સમર સ્કીલ વર્કશોપ યોજના

રાજ્યમાં કાર્યરત ઔદ્યોગિક એકમો ખાતે કુશળ માનવબળ ઉપલબ્ધ કરાવવા રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા દરેક તાલુકા ખાતે સરકારી આદ્યોગિક તાલીમ સંસ્થાઓ શરુ કરવામાં આવેલ છે. રાજ્યમાં ૨૮૮ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ૧૧૧ ગ્રાન્‍ટ ઈન એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્રો, અને ૧૯૭ સ્‍વ-નિર્ભર ઔદ્યોગિક તાલીમ કેન્‍દ્રો મળી કુલ - ૫૯૬ સંસ્‍થાઓમાં રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાના વિવિધ ૧૩૨ વ્યવસાયોમાં ૨,૧૯,૪૬૮ બેઠકોમાં વ્‍યવસાયિક તાલીમની સુવિધા ઉપલબ્‍ધ છે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ વ્યવસાયિક તાલીમ અંગેની પ્રાથમિક જાણકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુથી રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશનના સમયગાળા દરમિયાન શાળાના ધોરણ–૮ કે તેથી વધુ અભ્યાસ કરતા આશરે ૧ (એક) લાખ જેટલા વિધાર્થીઓને વિનામુલ્યે તાલીમ આપવા રાજ્યની દરેક સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે સમર સ્કીલ વર્કશોપનો તા. ૧૮-૦૫-૨૦૨૩ ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), ગાંધીનગર થી શુભારંભ કરવામાં આવનાર છે. વિદ્યાર્થી દીઠ રૂ. ૫૦૦.૦૦ લેખે સરકારશ્રી દ્વારા આ માટે રૂ. ૫૦૦.૦૦ લાખની નાણાકિય જોગવાઈ કરવામાં આવેલ છે.

આ તાલીમથી વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વઘશે, હાઉસ હોલ્ડ સ્કિલ એકટિવીટીમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓનો સ્કિલ ટ્રેનીંગ પ્રત્યેનો ઉત્સાહ વઘશે, સ્કિલ એકટીવીટી પ્રત્યે રસ કેળવશે તેમજ સ્કિલ ટ્રેનીંગ અંગેનો અભિગમ પણ બદલાશે.

રાજયની તમામ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં કુલ- ૧૦ કલાકની સમર સ્કીલ વર્કશોપ ટ્રેનીંગ અંતર્ગત ૨૦ તાલીમાર્થીની બેચ મુજબ તાલીમ આપવાનું આયોજન છે.

 સમર સ્કીલ વર્કશોપ યોજનામાં રજીસ્ટર કરવા અહી ક્લીક કરો


સપોર્ટ એપ્લીકેશન

હેલ્પલાઇન નંબર
  • અમદાવાદ પ્રાદેશિક કચેરી
    079-22822426
  • વડોદરા પ્રાદેશિક કચેરી
    0265-2438477
  • રાજકોટ પ્રાદેશિક કચેરી
    0281-2458488
  • સુરત પ્રાદેશિક કચેરી
    0261-2665195

રાજ્યની ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં સર્વિસ સેક્ટરની તાલીમ

દેશમાં વિવિધ ક્ષેત્રો જેવાકે ઈન્ફોર્મેસન ટેકનોલોજી,બેંકિંગ, એકાઉન્ટીંગ, ઈન્સ્યોરન્સ, લોજીસ્ટીક, હેલ્થ એન્ડ વેલનેસ, રીટેઈલ્સ, સિક્યોરીટી, ટેલીકોમ સર્વિસીસ, ફૂડ પ્રોસેસિંગ, કોસ્મેટીક એન્ડ બ્યુટીશિયન, સોલાર એનર્જી, હોસ્પીટાલીટી, ટુરીઝમ જેવા સેવાનાં વિવિધ ક્ષેત્રોમાં વધતી રોજગારીની તકોને ધ્યાનમાં લઈને આ ક્ષેત્રની વ્યવસાયિક તાલીમનાં નવા કોર્ષીસ, રોજગાર અને તાલીમ ખાતાના તાબા હેઠળની વિવિધ વ્યવસાયિક તાલીમ સંસ્થાઓ / કેન્દ્રોમાં શરુ કરવાનું આયોજન છે.

સેવાકીય ક્ષેત્ર સંબધિત વિવિધ વ્યવસાય જૂથમાં ધંધાકીય ક્ષેત્રે સંકળાયેલ દેશનાં ખ્યાતી પ્રાપ્ત નામાંકિત ઔધોગિક ગૃહો, ઔધોગિક સમૂહના સંગઠનો, એજન્સીઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કંપનીઓ, એકમો, Non Profitable Organization, NGOs, ની સાથે જરૂરી MoU કરી આ વ્યવસાયો શરુ કરવામાં આવશે. આ પ્રકારના ટ્રેનરોના માધ્યમથી સેવાકીય ક્ષેત્ર સંબધિત જૂથ સમુહને અનુરૂપ તાલીમ તેમજ અપ-સ્કીલીંગની કામગીરી કરવામાં આવશે.