કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજના
કૌશલ્ય વર્ધન કેન્દ્ર ગ્રામ્ય કક્ષા ના રર્બન વિસ્તારોને પ્રથમ પ્રાધ્યાન્ય આપી ધોરણ-૦૫ કે તેથી વધુ લાયકાત ધરાવતા તેમજ અધુરો અભ્યાસ કરેલા અલ્પ શિક્ષિત અને શાળાકીય શિક્ષણ થી વંચિત રહેલા ગ્રામ્ય યુવાધન અને ખાસ કરી મહિલાઓ ને વિવિધ સ્કીલના ટુંકાગાળાના અભ્યાસક્રમો દ્વારા કૌશલ્ય સભર બનાવી રોજગારી/સ્વ-રોજગારી માટે તાલીમબદ્ધ કરવાનો મુખ્ય ઉદેશ છે.
કેવીકે ખાતે ટુંકાગાળાના અભ્યાસક્રમો મુખ્યત્વે કોમ્યુટર, ગારમેન્ટા અને બ્યુટી સેકટરના ચાલે છે. ગુજરાત કાઉન્સીલ ઓફ વોકેશન ટ્રેનિગ (GCVT ) દ્વારા સર્ટીફીકેશન કરવામાં આવે છે.
કૌશલ્ય વર્ધન કેન્દ્ર યોજના (પ્રોજેકટ) ના વ્યવસાયોમાં તાલીમ લઇ રહેલ ઉમેદવારો પાસેથી નજીવી તાલીમ ફી માસિક રૂપિયા-૫૦/- લેવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, મહિલાઓ અને અપંગ તથા બી.પી.એલ લાભાર્થીઓને ફી માંથી મુક્તી આપવામાં આવે છે.